Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહાત્મા ગાંધી રોડ ઉપરની ઘટના, વેપારીઓની દુકાને તસ્કરોએ બનાવી નિશાન

ભરૂચ (Bharuch)શહેરના મહાત્મા ગાંધી રોડ (Mahatma Gandhi Road)ઉપર આવેલ સીટી સેન્ટર કોમ્પ્લેક્સની ફૂટવેરની દુકાને પાછળથી બારીની ગ્રીલ તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં તસ્કરોએ કાઉન્ટર માંથી રોકડા રૂપિયા અને નવા નકોર બુટની ચોરી કરી હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કહેતા મામલો પોલીસ માટે પહોંચ્યો છેબનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના પાંચબત્તીથી મહાત્મા ગાંધી રોડ ઉપર જવàª
મહાત્મા ગાંધી રોડ ઉપરની ઘટના  વેપારીઓની દુકાને તસ્કરોએ બનાવી નિશાન
ભરૂચ (Bharuch)શહેરના મહાત્મા ગાંધી રોડ (Mahatma Gandhi Road)ઉપર આવેલ સીટી સેન્ટર કોમ્પ્લેક્સની ફૂટવેરની દુકાને પાછળથી બારીની ગ્રીલ તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં તસ્કરોએ કાઉન્ટર માંથી રોકડા રૂપિયા અને નવા નકોર બુટની ચોરી કરી હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કહેતા મામલો પોલીસ માટે પહોંચ્યો છે
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના પાંચબત્તીથી મહાત્મા ગાંધી રોડ ઉપર જવાના માર્ગ ઉપર બીટીએમ મિલ નજીક સીટી સેન્ટર આવેલું છે અને આ સિટી સેન્ટરની પાછળ બીટીએમ મીલની ખુલ્લી જગ્યા હોવાના કારણે અવાવરૂ જગ્યાનો લાભ લઇ તસ્કરોએ સીટી શોપિંગ સેન્ટરમાં રહેલી યુકે ફૂટવેરની દુકાનના પાછળના ભાગે આવેલી બારીની ગ્રીલ તોડી બારી તોડી દુકાનમાં અંદરથી લગાવેલી લાકડાની પ્લાઈને પણ તોડી મોટું બખોલું પાડી બે તસ્કરોએ દુકાનમાં પ્રવેશી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં તસ્કરોએ સૌપ્રથમ દુકાનમાં રહેલા કેસ કાઉન્ટરના ખાનામાં રહેલા રોકડા રૂપિયા તેમજ દુકાનમાં રહેલા મોંઘા દોટ બુટ પોતાના સાઈઝના મળે છે કે કેમ તેની ચકાસણી કરી હતી અને ત્યારબાદ ૫થી ૭ જોડી મોંઘા દોટ બુટની ચોરી કરી હોવાના અહેવાલો સાથે તસ્કરો વહેલી સવારે ૩ વાગ્યાના અરસામાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં સમય સાથે કેદ થઈ છે 
સવારે વેપારી પોતાના વેપાર ધંધા ઉપર રાબેતા મુજબ આવી દુકાનનું શટર ઊંચું કરતા સામેની નજર બારી ઉપર પડતા બારી તૂટેલી જોઈ ચોરી થઈ હોવાનો આભાસ થયો હતો જેના પગલે તેઓએ સૌપ્રથમ પોલીસને જાણ કરી હતી અને પોલીસે પણ સ્થળ ઉપર દોડી આવી દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા બુકાની ધારી બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કહેતા હતા તેઓનું પગેરૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે
Advertisement
Tags :
Advertisement

.